/connect-gujarat/media/media_files/2025/09/15/gp-2025-09-15-09-25-59.jpg)
ડિજિટલ પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર છે. 15 સપ્ટેમ્બરથી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ પર્સન ટુ- મર્ચન્ટ (P2M) ટ્રાન્જેક્શનની મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરી દીધી છે.
આ સાથે UPI દ્વારા મોટા ટ્રાન્જેક્શન કરવાનું વધુ સરળ બન્યું છે. આ નિર્ણય ખાસ કરીને તે ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને મદદ કરવા માટે લેવામાં આવ્યો છે, જેમને પહેલા ઓછી મર્યાદાને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.
મૂડી બજારમાં રોકાણ અને વીમા પ્રીમિયમ ચુકવણી માટેની મર્યાદા પણ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. જો કે, એક દિવસમાં મહત્તમ 10 લાખ રૂપિયા ચૂકવી શકાતા નથી. એટલે કે, નવા નિયમો હેઠળ મૂડી બજાર, વીમા પ્રીમિયમ, ક્રેડિટ કાર્ડ બિલ ચુકવણી, મુસાફરી અને સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM) જેવી શ્રેણીઓમાં પ્રતિ ટ્રાન્જેક્શન મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આમાંથી, તમે એક દિવસમાં 10 લાખ રૂપિયા સુધીનો ટ્રાન્જેક્શન કરી શકશો.
UPI દ્વારા જ્વેલેરી ખરીદવાની મર્યાદા પ્રતિ ટ્રાન્જેક્શન (પહેલાં એક લાખ રૂપિયા) વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ શ્રેણીમાં તમે એક દિવસમાં 6 લાખ રૂપિયાથી વધુના ટ્રાન્જેક્શન કરી શકશો નહીં. ડિજિટલ ઓનબોર્ડિંગ દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ જેવી બેંકિંગ સેવાઓ માટેની મર્યાદા પણ પ્રતિ ટ્રાન્જેક્શન પ્રતિ દિવસ 5 લાખ કરવામાં આવી છે. જોકે, P2P ચુકવણી માટેની મર્યાદા પ્રતિ દિવસ 1 લાખ રૂપિયા રહેશે. UPI ટ્રાન્જેક્શનની મર્યાદામાં વધારો NPCI ની મોટા વ્યવહારોને સરળ બનાવીને યુઝર્સ અનુભવને સુધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પગલું ઘણા વિવિધ ક્ષેત્રોમાં ચુકવણી પ્રક્રિયાને સરળ બનાવશે, જેનો લાભ ગ્રાહકો અને ઉદ્યોગપતિઓ બંનેને થશે.