ઇટાલીના વેનિસમાં મોટી દુર્ઘટના, બસ બેરિયર બ્રિજ પરથી નીચે ખાબકી, 21ના મોત

author-image
By Connect Gujarat
New Update
ઇટાલીના વેનિસમાં મોટી દુર્ઘટના, બસ બેરિયર બ્રિજ પરથી નીચે ખાબકી, 21ના મોત

મિથેન ગેસ પર ચાલતી બસ મંગળવારે (3 ઓક્ટોબર) ઇટાલીના વેનિસમાં એક પુલ પરથી પડી. બ્રિજ પરથી પડી જતાં બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં બે બાળકો અને વિદેશીઓ સહિત કુલ 21 લોકોના મોત થયા છે. 18 લોકો ઘાયલ પણ થયા છે. શહેરના મેયર લુઇગી બ્રુગનારોએ ફેસબુક પર અકસ્માતની જાણકારી આપી હતી.

Advertisment

જ્યારે મુસાફરોથી ભરેલી બસ કેમ્પિંગ ગ્રાઉન્ડ તરફ જઈ રહી હતી. ત્યારબાદ રાત્રે લગભગ સાડા સાત વાગ્યે ઓવરપાસ પર અકસ્માત સર્જાયો હતો. બસમાં તરત જ આગ લાગી ગઈ હતી. બસ મેસ્ત્રે જિલ્લામાં રેલવે લાઇન પાસે પડી હતી. જોકે, અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વેનિસ સિટી કાઉન્સિલર રેનાટો બોરાસોએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં 40 વર્ષીય બસ ડ્રાઈવર અકસ્માત પહેલા બીમાર હતો.

વેનિસ પ્રદેશના ગવર્નર લુકા ઝૈયાએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક 21 હતો અને 20 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતદેહોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. પીડિત અને ઘાયલોમાં માત્ર ઇટાલીના લોકો જ નહીં, પરંતુ અન્ય ઘણા દેશોના લોકો પણ સામેલ છે. ઇટાલિયન શહેર મેસ્ત્રે અને માર્ગેરા જિલ્લાઓને જોડતો રેલવે લાઇન પરનો પુલ ધરાશાયી થતાં આગ ફાટી નીકળી હતી.

Advertisment