New Update
/connect-gujarat/media/media_files/2025/11/14/bihar-2025-11-14-08-53-41.jpg)
આજે સવારથી બિહાર ચૂંટણીમાં મતગણતરી શરૂ થઇ ચૂકી છે, અને શરૂઆતી વલણો આવવાના શરૂ થઇ ચૂક્યા છે. શરૂઆતી વલણોમાં એનડીએ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે.
બિહારમાં વિધાનસભાની કુલ 243 બેઠકો માટે 66.91 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને આજે તમામ બેઠકો પર ઉમેદવારોની હાર-જીત નક્કી થશે. મતદાન પછી બહાર આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ફરી એકવાર એનડીએની સરકાર બનશે તેવી આગાહી કરાઇ છે. આ પરિણામ પહેલા આપણે જાણીએ કે 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં શું પરિણામ આવ્યું હતું.
પૉસ્ટલ બેલેટ શરૂઆતી વલણો -
અલીનગરમાં મૈથિલી ઠાકુર આગળ
મોકામામાં અનંત સિંહ આગળ
રાઘોપુરમાં તેજસ્વી યાદવ આગળ
રઘુનાથપુરમાં ઓસામા શાહબ આગળ
તારાપુરમાં સમ્રાટ ચૌધરી આગળ
પૉસ્ટલ બેલેટમાં NDA ઘણું આગળ
બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોસ્ટલ બેલેટની ગણતરી દર્શાવે છે કે NDA 61 બેઠકો, મહાગઠબંધન 32 અને અન્ય 6 બેઠકો જીતી રહ્યું છે.
શરૂઆતના વલણો મહાગઠબંધન અને NDA પક્ષોનું પ્રદર્શન દર્શાવે છે
મહાગઠબંધન
RJD- 24
કોંગ્રેસ- 1
VIP- 1
ડાબેરી- 1
IIIP- 0
NDA
BJP- 22
JDU- 23
LJP- 3
HAM- 1
RLM- 1
Latest Stories