/connect-gujarat/media/post_banners/f301c978954d2bca890e98f497c4fd3290cab43358822d2ca4c3ed5682d21c47.webp)
બિહારના છપરાના જિલ્લાના માંઝીમાં બોટ પલટી જતાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. 18 લોકો લાપતા હોવાની માહિતી મળી છે જ્યારે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બોટમાં 20થી લોકો સવાર હોવાનો અંદાજ છે. મટિયાર નજીક સરયુ નદીમાં બોટ પલટી જતાં ચિચીયારી મચી ગઇ હતી. 18 લોકો ગુમ હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા છે અને બચાવ અને રાહત કાર્યને ઝડપથી કરવા માટે કવાયત હાથ ધરી છે.
તો બીજી તરફ અમરેલીમાં ગુમ બે સગા ભાઇઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, અમરેલીના રાજુલાના મોરંગી ગામનો 6 વર્ષનો કૃણાલ વિજય મકવાણા અને 10 વર્ષનો મિત વિજય મકવાણા ગુમ થયા હતા. જે બાદ બંન્નેની શોધખોળ કરવામાં આવી ત્યારે તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં બંન્નેના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે મૃતદેહ પર સામાન્ય ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા .જેને લઈ બંન્નેના મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી
અમરેલીના મોરંગીમાં ગુમ બે સગા ભાઇઓના મૃતદેહો તળાવમાંથી મળી આવ્યા હતા. 6 વર્ષીય કૃણાલ મકવાણા, 10 વર્ષીય મિત મકવાણાના મૃતદેહો મળી આવ્યા હતા. બંન્ને બાળકોના શરીર પર સામાન્ય ઈજાના નિશાન જોવા મળ્યા હતા. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે બંન્નેના મૃતદેહોને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.