ભાજપે 111 ઉમેદવારોની 5મી યાદી કરી જાહેર, બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આ બેઠક પર થી લડશે બેઠક

New Update
ભાજપે 111 ઉમેદવારોની 5મી યાદી  કરી જાહેર, બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આ બેઠક પર થી લડશે બેઠક

ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 111 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને પણ ટિકિટ આપવામાં આવી છે. તે મંડીથી ચૂંટણી લડશે. 

ભાજપે આજે જ પાર્ટીમાં સામેલ થયેલા નવીન જિંદાલને કુરુક્ષેત્રથી ટિકિટ આપી છે. પટના સાહિબથી રવિશંકર પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બેગુસરાયથી ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે રવિવારે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે.


આ વખતે આ યાદીમાં સૌથી મોટું નામ જે ઉમેદવાર તરીકે ઉભરી આવ્યું છે તે ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતનું છે. પાર્ટીએ તેમને હિમાચલ પ્રદેશની મંડીથી લોકસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.આ સિવાય રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ પણ ચૂંટણી લડશે.પાર્ટીએ તેમને મેરઠ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીમાં જે મોટા ઉમેદવારનું કાર્ડ કપાયું છે તે વરુણ ગાંધી છે, જેમની ટિકિટ આ વખતે પીલીભીતથી કપાઈ છે.

Latest Stories