ભાજપના 4 રાજ્યોના ચૂંટણી પ્રભારી જાહેર, નીતિન પટેલને રાજસ્થાનના સહપ્રભારી બનાવાયા

આ વર્ષના અંત સુધીમાં આ ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે

New Update
ભાજપના 4 રાજ્યોના ચૂંટણી પ્રભારી જાહેર, નીતિન પટેલને રાજસ્થાનના સહપ્રભારી બનાવાયા

ભાજપે 4 ચૂંટણી રાજ્યોમાં પોતાના સંગઠનના પ્રભારીની નિમણૂક કરી છે. પ્રહ્લાદ જોશી રાજસ્થાનના પ્રભારી  જ્યારે નીતિન પટેલ સહ પ્રભારી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશ, ઓપી માથુર છત્તીસગઢના પ્રભારી જ્યારે મનસુખ માંડવીયા સહ પ્રભારી અને પ્રકાશ જાવડેકરને તેલંગાણાની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીએ તેની સાથે સહ પ્રભારીઓની નિમણૂક કરી છે. આ વર્ષના અંત સુધીમાં આ ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશ સિવાય અન્ય તમામ રાજ્યોમાં કોંગ્રેસ અને અન્ય પક્ષોની સરકાર છે.