ભાજપ SC-STને અનામતનો વાયદો કરી શકે છે, RSS સાથે મિટિંગ બાદ લેવાશે અંતિમ નિર્ણય

Featured | દેશ | સમાચાર, જાતિ આધારિત વસ્તીગણતરી અને અનામત મુદ્દે વિપક્ષના આક્રમક વલણનો સામનો કરવા માટે ભાજપ રાજ્યસભા અને રાજ્યોની વિધાન પરિષદમાં એસસી/એસટી

New Update
બીજેપી

જાતિ આધારિત વસ્તીગણતરી અને અનામત મુદ્દે વિપક્ષના આક્રમક વલણનો સામનો કરવા માટે ભાજપ રાજ્યસભા અને રાજ્યોની વિધાન પરિષદમાં એસસી/એસટી વર્ગને અનામત આપવાનો વાયદો કરી શકે છે. આ મુદ્દે કેરળમાં 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી RSSની સાથે સમન્વય બેઠકમાં અંતિમ નિર્ણય થઇ શકે છે. સૂત્રો અનુસાર શનિવારે દિલ્હીમાં થયેલી ભાજપ પદાધિકારીઓની બેઠકમાં તેના પર ચર્ચા થઇ હતી. આ બેઠકમાં તમામ પ્રદેશ અધ્યક્ષ પણ સામેલ હતા.

બેઠકમાં પાર્ટીની ભાવિ રણનીતિને લઇને જે મુદ્દા પર વાત થઇ હતી તેમાં અનામત પણ છે.લોકસભા ચૂંટણી પર ચર્ચા દરમિયાન એ વાત સામે આવી કે ‘અનામત ખતમ કરવા’, ‘બંધારણમાં ફેરફાર’ જેવા વિપક્ષના નેરેટિવથી નુકસાન થયું. એ પણ સામે આવ્યું કે આ મુદ્દા પર હજુ પણ એસસી-એસટી સમુદાયોમાં શંકા છે, જેને વિપક્ષ વિધાનસભા ચૂંટણી દરમિયાન મુદ્દા તરીકે ચગાવી શકે છે. દરમિયાન ભાજપ તેનો ઉકેલ શોધી રહી છે. હવે પાર્ટી વિધાનસભા અને લોકસભા હેઠળ અનામતને વિસ્તાર આપવાનો વાયદો કરીને વિપક્ષના નેરેટિવને બગાડી શકે છે.

Latest Stories