મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે BJPએ 39 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

New Update
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે BJPએ 39 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે ભારતીય જનતા પાર્ટીએ 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 7 સાંસદોને ટિકિટ આપવામાં આવી છે, જેમાંથી ત્રણ કેન્દ્રીય મંત્રીઓ છે. જેમાં પ્રહલાદ પટેલ, નરેન્દ્ર સિંહ તોમર અને ફગ્ગન સિંહ કુલસ્તે મોદી સરકારમાં મંત્રી છે.


ભારતીય જનતા પાર્ટી કોઈપણ ભોગે 2023ની વિધાનસભા ચૂંટણી જીતવા માંગે છે. કદાચ આ પહેલીવાર છે જ્યારે કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને પાર્ટીના મોટા નેતાઓને વિધાનસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ યાદીમાં અડધા ડઝનથી વધુ સાંસદો અને મંત્રીઓનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં થોડા મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યમાં ચૂંટણીની ગતિવિધિ તેજ છે. ભાજપની સાથે કોંગ્રેસ પણ આ માટે પૂરતુ જોર લગાવી રહી છે. રાજ્યના બે મુખ્ય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલુ છે. આજે ભાજપ દ્વારા 39 ઉમેદવારોની બીજી યાદી પણ બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં 7 સાંસદોને તક આપવામાં આવી છે, જેમાં 3 કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે.

Latest Stories