BMCએ દિવાળીને લઈને ગાઈડલાઈન કરી જાહેર

મુંબઈમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે દિવાળી પર ફટાકડા ફોડવા અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવી , BMCએ દિવાળી પર માર્ગદર્શિકા જારી કરી

દિવાળી
New Update

દિવાળી એ પ્રકાશનું પર્વ છે. દિવાળીના તહેવારની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના તહેવાર પર લોકો ફટાકડા ફોડે છે અને આતશબાજી કરે છે.   મુંબઈમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે દિવાળી પર ફટાકડા ફોડવા અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ દિવાળી પર માર્ગદર્શિકા જારી કરીને કહ્યું છે કે મુંબઈવાસીઓએ રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ન ફોડવા જોઈએ. આ સાથે અવાજ વગરના ફટાકડા ફોડવાને પ્રાધાન્ય આપવા અપીલ કરવામાં આવી છે.

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે, "પ્રકાશનો તહેવાર દિવાળી મુંબઈવાસીઓએ પર્યાવરણને અનુકૂળ રીતે ઉજવવો જોઈએ." સાથે જ રોશની પ્રગટાવતી વખતે અને ફટાકડા ફોડતી વખતે સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ, ખાસ કરીને બાળકોએ વધુ સાવચેત રહેવું જોઈએ. એ પ્રકારના ફટાકડા ફોડવા જોઈએ જે ઓછામાં ઓછું હવા અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે, અવાજ વગરના ફટાકડાને પ્રાથમિક્તા આપો.

#GPSC
Here are a few more articles:
Read the Next Article