New Update
ઓલરાઉન્ડર મિચેલ માર્શ સંપૂર્ણપણે ફિટ ન હોવાને કારણે ઓસ્ટ્રેલિયાએ તસ્માનિયાના ઓલરાઉન્ડર બ્યૂ વેબસ્ટરને ટીમમાં સામેલ કર્યો છે. વેબસ્ટર સ્પિન અને મીડિયમ પેસ બોલિંગ સાથે બેટિંગ કરી શકે છે.30 વર્ષીય વેબસ્ટરે કહ્યું- 'મજબૂત ભારતીય ટીમ સામે (ઓસ્ટ્રેલિયા-A માટે) કેટલાક રન અને વિકેટ મેળવીને સારું લાગ્યું. જ્યારે પણ તમે 'A' ટીમ માટે રમો છો, તે ટેસ્ટથી એક સ્તર ઓછું હોય છે.
ન્યૂ સાઉથ વેલ્સ (NSW) સામેની મેચ બાદ 'બેલ્સ' (પુરુષ પસંદગી સમિતિના અધ્યક્ષ જ્યોર્જ બેઈલી) તરફથી ફોન આવવો એ મારા માટે ગર્વની ક્ષણ હતી. હું ટીમમાં જોડાવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.'વેબસ્ટરે ઈન્ડિયા-A સામેની અનઑફિશિયલ ટેસ્ટની ચાર ઇનિંગ્સમાં બે વખત અણનમ રહીને 145 રન બનાવ્યા હતા. સાત વિકેટ પણ લીધી હતી. આટલું જ નહીં તેણે સિડનીમાં શેફિલ્ડ શીલ્ડમાં ન્યૂ સાઉથ વેલ્સ સામે 61 અને 49 રન બનાવ્યા અને 5 વિકેટ પણ લીધી.
Latest Stories