કલકત્તા રેપ વિથ મર્ડર કેસ: જુનિયર ડોક્ટરો ફરી એકવાર હડતાળ પર !

પશ્ચિમ બંગાળમાં જુનિયર ડૉક્ટરો ફરીએકવાર હડતાળ પર ઉતર્યા છે. તેમણે મમતા સરકાર પર વાયદો નહીં પાળવાનો આક્ષેપ કરતા કામ બંધ કરી દીધું છે. વેસ્ટ બંગાલ

New Update
calkut

પશ્ચિમ બંગાળમાં જુનિયર ડૉક્ટરો ફરીએકવાર હડતાળ પર ઉતર્યા છે. તેમણે મમતા સરકાર પર વાયદો નહીં પાળવાનો આક્ષેપ કરતા કામ બંધ કરી દીધું છે. વેસ્ટ બંગાલ જુનિયર ડૉક્ટર ફ્રન્ટે જણાવ્યું હતું કે સરકારે આરોગ્ય વિભાગના મુખ્ય સચિવને દૂર કરવાની અને હૉસ્પિટલોમાં સુરક્ષા વધારવાનો વાયદો કર્યો હતો. 52 દિવસ પહેલાની માગણીઓ આજે પણ અધૂરી છે. તેથી અમને મજબુરીમાં કામ રોકવાની ફરજ પડી રહી છે.

ડૉક્ટરો અચોક્કસમુદ્દત માટે હડતાળ પર ઉતરી જતા રાજ્યની સરકારી હૉસ્પિટલોમાં આરોગ્ય વ્યવસ્થા ફરી કથળી છે. આરજી કર મેડિકલ કોલેજમાં દર્દીઓ સારવાર વિના જ પાછા ફરી રહ્યાં છે. આ જ મેડિકલ કોલેજમાં એક ડૉક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. એ પછી જુનિયર ડૉક્ટરો 42 દિવસ સુધી હડતાળ પર રહ્યા હતા. 21 સપ્ટેમ્બરે મમતા સરકારે તેમને મનાવ્યા હતા. પણ 9 દિવસ પછી ફરી સ્થિતિ વણસી છે.

Latest Stories