કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આજથી શરૂઆત, કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર પાથરશે ગ્લેમર

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાન્સના કાન્સ શહેરમાં યોજાય છે. આ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત 1946માં થઈ હતી. પ્રતિષ્ઠિત 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 13 મે થી 24 મે દરમિયાન યોજાશે.

New Update
canva

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાન્સના કાન્સ શહેરમાં યોજાય છે. આ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત 1946માં થઈ હતી. પ્રતિષ્ઠિત 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 13 મે થી 24 મે દરમિયાન યોજાશે.

આ 12 દિવસ દરમિયાન આ ફેસ્ટિવલમાં કેટલીક ભવ્ય ફિલ્મોનું પ્રદર્શન યોજાશે. તો સાથે કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર ગ્લેમર પાથરશે. દર્શકો 13 મેના રોજ બપોરે 2:30 વાગ્યાથી કાન્સની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર ફિલ્મ ફેસ્ટિવલનું લાઇવ પ્રદર્શન જોઈ શકશે. આ ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારોહ રાત્રે 10:45 વાગ્યે શરૂ થશે.

આ વખતે કાન્સમાં ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ છે. ગયા વર્ષની ગ્રાન્ડ પ્રિકસ વિજેતા ફિલ્મ 'ઓલ વી ઇમેજિન એઝ લાઈટ' ના દિગ્દર્શક પાયલ કાપડિયા આ વખતે કાન્સ ફેસ્ટિવલમાં જ્યુરી સભ્યોમાં સામેલ છે.આ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર જેવી અભિનેત્રીઓ પહેલા ભાગ લઈ ચૂકી છે ત્યારે આ વર્ષે આલિયા ભટ્ટ અને ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયા સહિત અનેક અગ્રણી ભારતીય ફિલ્મ હસ્તીઓ 78મા કાન્સમાં વિવિધ કેટેગરીમાં ભાગ લેશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં બધાની નજર ઐશ્વર્યા રાય પર છે. તે 20 વર્ષથી વધુ સમયથી આ ફેસ્ટિવલમાં હાજરી આપે છે. પરંતુ આ વખતે આલિયા ભટ્ટ પણ જોવા મળશે. તે લોરિયલ પેરિસના ગ્લોબલ એમ્બેસેડર તરીકે કાન્સના રેડ કાર્પેટ પર જોવા મળશે. આ ઉપરાંત જેકલીન ફર્નાન્ડીઝ અને ઉર્વશી રૌતેલા પણ જોડાશે તેવા અહેવાલ છે.

Latest Stories