/connect-gujarat/media/media_files/2025/03/24/Uwnp5cE3QGmOV0BJ9p1D.jpg)
કેથોલિક ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસને 5 અઠવાડિયા પછી રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પછી તેમણે હોસ્પિટલની બાલ્કનીમાંથી સમર્થકોનો આભાર માન્યો.88 વર્ષીય પોપને ફેફસાના ચેપને કારણે 14 ફેબ્રુઆરીએ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમને ન્યુમોનિયા અને એનિમિયાની પણ સારવાર ચાલી રહી હતી.સારવાર દરમિયાન, કેથોલિક ચર્ચના મુખ્ય મથક વેટિકને કહ્યું હતું કે, પોપના રક્ત પરીક્ષણ રિપોર્ટમાં કિડની નિષ્ફળતાના લક્ષણો જોવા મળ્યા હતા. વધુમાં, પ્લેટલેટ્સની ઉણપ પણ જોવા મળી હતી.હોસ્પિટલમાંથી રજા લીધા પછી પોપ વેટિકન સિટીમાં તેમના ઘર, કાસા સાન્ટા માર્ટા પાછા ફરશે. શનિવારે, તેમની તબીબી ટીમના વડાએ કહ્યું કે વેટિકન પાછા ફર્યા પછી ફ્રાન્સિસને વધુ બે મહિના આરામની જરૂર પડશે.