/connect-gujarat/media/media_files/2026/01/04/scss-2026-01-04-09-39-03.jpg)
ભારતનું ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર ઝડપથી વૈશ્વિક સ્તરે પોતાની મજબૂત ઓળખ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) હેઠળ 22 નવી પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેને ભારત માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે જોવામાં આવી રહી છે. આ યોજનાઓથી દેશમાં અંદાજે 41,863 કરોડ રૂપિયાનું મોટું રોકાણ આવશે અને 33,791થી વધુ લોકોને સીધો રોજગાર મળશે. સરકારનો આ નિર્ણય ભારતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેનમાં વધુ મજબૂત બનાવવા તરફનો સ્પષ્ટ સંકેત આપે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવી પહેલોના કારણે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નવી મંજૂર થયેલી આ 22 પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ દેશમાં ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સનું સ્થાનિક ઉત્પાદન વધારવાનો અને આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો છે. સરકાર હવે માત્ર અસેમ્બલી સુધી સીમિત રહેવા માંગતી નથી, પરંતુ હાઈ-વેલ્યુ મેન્યુફેક્ચરિંગ અને અદ્યતન ટેકનોલોજી આધારિત ઉત્પાદન પર ખાસ ધ્યાન આપી રહી છે.