/connect-gujarat/media/media_files/2025/03/01/8lgM0wc87d4HTf03nABw.jpg)
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના વિસ્તરણને મંજૂરી આપી છે, જેના હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન દેશભરમાં ૨૫ લાખ મહિલાઓને નવા અને મફત LPG કનેક્શન આપવામાં આવશે.
આ નિર્ણય મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે આ વિસ્તરણથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધીને ૧૦.૬૦ કરોડ થશે. સરકાર દરેક કનેક્શન માટે ₹૨,૦૫૦નો ખર્ચ કરશે, જેમાં ગેસ સિલિન્ડર, સ્ટવ અને રેગ્યુલેટર જેવી ચીજો વિનામૂલ્યે મળશે.
નવરાત્રિના શુભ અવસરે, કેન્દ્ર સરકારે દેશની મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા ગણાવ્યો છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે આ નિર્ણયથી માતા દુર્ગા સમાન મહિલાઓનું સન્માન થશે. આ ૨૫ લાખ નવા કનેક્શન સાથે, ઉજ્જવલા યોજનાના કુલ લાભાર્થીઓની સંખ્યા વધીને ૧૦.૬૦ કરોડ થશે. સરકાર દરેક કનેક્શન પર ₹૨,૦૫૦નો ખર્ચ કરશે. આ ખર્ચમાં LPG સિલિન્ડર, ગેસ સ્ટવ અને રેગ્યુલેટરનો સમાવેશ થાય છે, જે લાભાર્થીને સંપૂર્ણપણે મફતમાં મળશે.
હાલમાં, કેન્દ્ર સરકાર PMUYના ૧૦.૩૩ કરોડથી વધુ લાભાર્થીઓને ₹૩૦૦ની સબસિડી પણ આપી રહી છે. આ સબસિડીના કારણે ઉજ્જવલા યોજનાના સિલિન્ડર માત્ર ₹૫૫૩માં મળે છે, જે વિશ્વના LPG ઉત્પાદક દેશો કરતાં પણ ઓછો ભાવ છે. આ વિસ્તરણ મહિલાઓના સ્વાસ્થ્ય અને આર્થિક સશક્તિકરણને વધુ મજબૂત બનાવશે.