કેન્દ્ર સરકારે મણીપુર સહિત 3 રાજ્યોમાં AFSPA 6 મહિના માટે લંબાવ્યો !

કેન્દ્ર સરકારે મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં સશસ્ત્ર દળો વિશેષ સત્તા અધિનિયમ (AFSPA) છ મહિના માટે લંબાવ્યો છે. ગૃહ મંત્રાલયે એક સૂચના

New Update
manipur

કેન્દ્ર સરકારે મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં સશસ્ત્ર દળો વિશેષ સત્તા અધિનિયમ (AFSPA) છ મહિના માટે લંબાવ્યો છે. ગૃહ મંત્રાલયે એક સૂચના જારી કરીને આ માહિતી આપી.ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મણિપુરમાં ચાલી રહેલી હિંસાને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

1 એપ્રિલ, 2025થી આગામી છ મહિના માટે 13 પોલીસ સ્ટેશનોના અધિકારક્ષેત્ર સિવાય સમગ્ર મણિપુર રાજ્યમાં AFSPA અમલમાં રહેશે.અગાઉ સપ્ટેમ્બર 2024 માં, મણિપુરના 6 જિલ્લાઓમાં છ મહિના માટે AFSPA લાગુ કરવામાં આવ્યો હતો. આ વર્ષે 31 માર્ચે તે સમાપ્ત થઈ રહ્યું હતું, પરંતુ રાજ્યમાં ચાલી રહેલી હિંસાને કારણે હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Latest Stories