કેન્દ્ર સરકારે શરદ પવારને આપી Z Plus સિક્યુરીટીની સુવિધા, CRPFના 10 જવાનો રહેશે તહેનાત

Featured | દેશ | સમાચાર, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે શરદ પવારની સિક્યુરીટીને લઈને એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે એનસીપી સુપ્રીમો શરદ પવારની

New Update
સરદ પાવર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે શરદ પવારની સિક્યુરીટીને લઈને એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે એનસીપી સુપ્રીમો શરદ પવારની સુરક્ષા વ્યવસ્થામાં ઘણો મોટો વધારો કર્યો છે. સરકારે તેમને ઝેડ પ્લસ સુરક્ષા પૂરી પાડી છે. ગૃહ મંત્રાલય દ્વારા આ સંબંધિત નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. શરદ પવારને હાલમાં રાજ્ય સરકાર તરફથી Z Plus સુરક્ષા કવચ છે. રાજ્યમાં થયેલા રાજકીય ઘટનાક્રમ અને ચૂંટણીના માહોલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. શરદ પવારે આ સિક્યુરીટી સ્વીકારી લીધી છે.

ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા થયા બાદ શરદ પવારની સિક્યુરીટીમાં CRPFના 10 જવાનો તહેનાત કરશે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય એજન્સી દ્વારા શરદ પવારની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી જેને આધારે આવો નિર્ણય લેવાયો છે.

Latest Stories