CG Exclusive: કરછના માંડવીના અલ યાસીન જહાજની ઓમાનના દરીયામાં જળ સમાધિ, 12 ખલાસીઓનો ચમત્કારીત બચાવ

ઓમાનના રાસલાદ સમુદ્રમાં અચાનક વાવાઝોડું ફૂંકાતાં જોતજોતામાં જહાજે જળ સમાધિ લઈ લીધી

New Update
CG Exclusive: કરછના માંડવીના અલ યાસીન જહાજની ઓમાનના દરીયામાં જળ સમાધિ, 12 ખલાસીઓનો ચમત્કારીત બચાવ

માંડવીના અલ યાસીન જહાજે ઓમાનના દરિયામાં જળ સમાધિ લીધી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે જેમાં 12 ખલાસીને માછીમારો દ્વાર બચાવવામાં આવ્યા હતા. દુબઇથી જનરલ કારગો ભરીને યમન જઇ રહેલા માંડવીના અલ યાસીન નામનું જહાજ વાવાઝોડાની ઝપેટમાં આવતાં ઓમાનના જળ સમાધિ લીધી હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. જહાજમાં સવાર તમામ 12 ખલાસીઓનો ચમત્કારિત બચાવ થયો હતો.MNV 2153 નંબર વાળું આ જહાજ દુબઇથી તારીખ 10મી સપ્ટેમ્બરના રોજ 700 ટન જનરલ કાર્ગો ભરીને નીકળ્યું હતું.મંગળવારે ભારતીય સમય મુજબ બપોરે 2.30 કલાકે ઓમાનના રાસલાદ સમુદ્રમાં અચાનક વાવાઝોડું ફૂંકાતાં જોતજોતામાં જહાજે જળ સમાધિ લઈ લીધી હતી. જેમાં માંડવી તાલુકાના સલાયા ગામના 12 ખલાસીઓની વહારે એક ફિશિંગ બોટ આવી હતી અને તમામને બચાવી લીધા.

Latest Stories