ચંદીગઢ હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો, અકસ્માતમાં એકજ પરિવારના 3 સભ્યોના મોત

પંજાબમાં ચંદીગઢ-ફાગવાડા હાઈવે પર થયેલા રોડ એક્સિડન્ટમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે અને બીજા એક પરિવારના 3 સભ્યો ઘાયલ થયા

New Update
ચંદીગઢ હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો, અકસ્માતમાં એકજ પરિવારના 3 સભ્યોના મોત

પંજાબમાં ચંદીગઢ-ફાગવાડા હાઈવે પર થયેલા રોડ એક્સિડન્ટમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે અને બીજા એક પરિવારના 3 સભ્યો ઘાયલ થયા છે. હાઈવે પર ભાગ્યે જ આવો અકસ્માત થયો હશે. હાઈવે પર ચાર રસ્તા પર એક મોટી ટ્રક વળાંક લઈ રહી હતી આ દરમિયાન કાબુ ગુમાવતા ટ્રક રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી અને તેમાં રહેલો સામાન ઢોળાઈ ગયા હતો અને જ્યારે તેનો સામાન રસ્તા પર પડી ગયો બરાબર ધસમસતા પાણીની જેમ સામેથી આવી રહેલી બે કાર તેની સાથે ટકરાઈ ગઈ, એક કાર સામાન નીચે ઘુસી ગઈ હતી જેમાં બેઠેલા એક પતિ-પત્ની અને તેમના પુત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું. બીજી કારમાં બેઠેલા 3 સભ્યોને ગંભીર રીતે વાગ્યું છે અને તેમને હોસ્પિટલમા દાખલ કરાવવા પડ્યાં હતા.

ઘટનાની ખબર મળતા પંજાબ પોલીસે ત્યાં ધસી ગઈ હતી અને કાટમાળમાં દબાયેલી લાશોને બહાર કાઢી હતી. પોલીસે ટ્રકના ડ્રાઈવરને પકડવાની તજવીજ હાથ ધરી છે. ટ્રકનો ડ્રાઈવર ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.

Latest Stories