પંજાબના મોહાલીમાં શનિવારે એક ખાનગી યુનિવર્સિટીમાં હંગામો થયો અને પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ગર્લ્સ હોસ્ટેલની એક યુવતીએ જ અન્ય 60 છોકરીઓનો નહાતી વખતે વીડિયો બનાવીને યુવકોને મોકલ્યો હતો. આરોપ છે કે છોકરાઓએ તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ હોસ્ટેલની કેટલીક વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો છે. વિદ્યાર્થીઓએ કોલેજના ગેટ નંબર 2 પર ભારે હોબાળો મચાવ્યો હતો.
નહાતી વિદ્યાર્થિનીઓનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા બાદ હોસ્ટેલની આઠ વિદ્યાર્થીનીઓએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનીઓમાંથી એકની હાલત ગંભીર છે.
ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીની પર 60 વિદ્યાર્થિનીઓ નાહતી વખતે વીડિયો બનાવવાનો આરોપ છે. આરોપી યુવતી ખાનગી યુનિવર્સિટીમાં ગર્લ્સના બાથરૂમની અંદરથી વીડિયો બનાવતી વખતે રંગે હાથે ઝડપાઈ ગઈ છે. વિદ્યાર્થી આ વીડિયો એક છોકરાને મોકલતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે છોકરાઓએ તે વીડિયો ઇન્ટરનેટ પર અપલોડ કર્યો હતો. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પર છોકરીઓનો MMS વાયરલ કરનાર છોકરો શિમલાનો રહેવાસી છે.