આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુ 12 જૂને શપથ ગ્રહણ કરશે

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સમારોહ અમરાવતીમાં થશે. જેમાં નરેન્દ્ર મોદી અને નવા કેન્દ્રીય કેબિનેટના ઘણા મંત્રીઓ સામેલ થશે.

New Update
Chandrababu Naidu

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સમારોહ અમરાવતીમાં થશે. જેમાં નરેન્દ્ર મોદી અને નવા કેન્દ્રીય કેબિનેટના ઘણા મંત્રીઓ સામેલ થશે.સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રબાબુ નાયડુ શપથગ્રહણના દિવસે અમરાવતીને રાજ્યની રાજધાની બનાવવાની જાહેરાત કરી શકે છે. 2 જૂને, હૈદરાબાદને તેલંગાણા અને આંધ્રપ્રદેશની સંયુક્ત રાજધાની તરીકે રાખવાનો 10 વર્ષનો કરાર સમાપ્ત થયો. હાલમાં, આંધ્ર દેશનું એકમાત્ર રાજ્ય છે જેની પાસે રાજધાની નથી.

ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. અગાઉ, તેમણે 1 સપ્ટેમ્બર 1995, 11 ઓક્ટોબર 1999 અને 8 જૂન 2014ના રોજ ત્રણ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 2019 માં, YSRCP પ્રમુખ જગન મોહન રેડ્ડીએ વિજય નોંધાવીને તેમની પાસેથી સત્તા છીનવી લીધી

Latest Stories