Chandrayaan-3: પ્રજ્ઞાન રોવરે વિક્રમ લેન્ડરની વધુ એક તસવીર કેમેરા કરી કેદ

New Update
Chandrayaan-3: પ્રજ્ઞાન રોવરે વિક્રમ લેન્ડરની વધુ એક તસવીર કેમેરા કરી કેદ

ચંદ્રયાન-3 મિશનનું રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર ફરે છે. રોવર સતત ચંદ્ર પરથી મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરી રહ્યું છે અને ચંદ્રના ફોટોગ્રાફ્સ પણ લઈ રહ્યું છે. આ દરમિયાન, રોવરે હવે વિક્રમ લેન્ડરનો ફોટો પણ લીધો છે, જે બુધવારે (30 ઓગસ્ટ) ISRO દ્વારા શેર કરવામાં આવ્યો હતો

 ISRO એ ટ્વિટ કરીને જણાવ્યું કે, (હવે x) સીમાઓથી પર. ચંદ્રામાના દ્રશ્યોથી પાર- ભારતના રોવર માટે કોઈ સીમા નથી. ફરી એકવાર પ્રજ્ઞાને વિક્રમને પોતાના કેમેરામાં કેદ કર્યું. આ તસવીર બુધવારે સવારે 11 વાગ્યાની આસાપસ લગભગ 15 મીટરના અંતરેથી લેવામાં આવી છે. NavCams ડેટા SAC/ISRO, અમદાવાદ વતી સંશોધિત કરવામાં આવે છેChandrayaan-3: પ્રજ્ઞાન રોવરે વિક્રમ લેન્ડરની વધુ એક તસવીર કેમેરા કરી કેદ


Read the Next Article

આંધ્રપ્રદેશ સરકારે રાજ્યભરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી સેવા કરશે શરૂ

આંધ્રપ્રદેશના પરિવહન મંત્રી મંડીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ ગુરુવારે (24 જુલાઈ, 2025) જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ સરકારે 15 ઓગસ્ટ 2025 થી રાજ્યભરમાં મહિલાઓ માટે

New Update
ઍન્ડ

આંધ્રપ્રદેશના પરિવહન મંત્રી મંડીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ ગુરુવારે (24 જુલાઈ, 2025) જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ સરકારે 15 ઓગસ્ટ 2025 થી રાજ્યભરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

રામપ્રસાદ રેડ્ડીએ કહ્યું કે આ પહેલ એ મહિલાઓ પ્રત્યે કૃતજ્ઞતાનું પ્રતીક છે જેમણે આંધ્રપ્રદેશમાં અમારી મહાન જીતમાં અમને ટેકો આપ્યો. અમે આ યોજનાને રાજ્યભરની તમામ મહિલાઓ સુધી પહોંચાડવામાં ખુશ છીએ. અમારી સરકારની ફિલસૂફી સરળ છે. અમારી સફળતામાં યોગદાન આપનારાઓને પાછું આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

'સરકારી તિજોરી પર 3,500 કરોડ રૂપિયાનો બોજ પડશે'

પરિવહન મંત્રીએ કહ્યું કે, આ સેવા તમામ પલ્લે-વેલુગુ, લક્ઝરી અને અલ્ટ્રા-લક્ઝરી બસોમાં ઉપલબ્ધ હશે, જે રાજ્યભરમાં મહત્તમ કવરેજ ધરાવશે., સરકારના આ નિર્ણય અંગે, અધિકારીઓએ જણાવ્યું હતું કે મફત બસ યોજના સરકારી તિજોરી પર 3,500 કરોડ રૂપિયાનો બોજ પાડશે.                                                                                                                              

5 ઓગસ્ટથી શરૂ થનારી આ યોજના, મે 2024 ની ચૂંટણી પહેલા તેલુગુ દેશમ પાર્ટી સરકાર દ્વારા કરવામાં આવેલી ચૂંટણી સુપર સિક્સ ગેરંટીનો એક ભાગ છે. તમને જણાવી દઈએ કે તેલંગાણાની રેવંત રેડ્ડી યોજનાએ પણ આવી જ નીતિ લાગુ કરી છે.

Latest Stories