Connect Gujarat
દેશ

બે રાજ્યોમાં મતગણતરીની તારીખમાં ફેરફાર, આ કારણે ચૂંટણીપંચે લીધો નિર્ણય

આ બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો છે. જે સ્થિતિને લઈ તમામ સંજોગો વચ્ચે 2 જૂન સુધીમાં મતગણતરી પૂર્ણ થવી જોઈએ.

બે રાજ્યોમાં મતગણતરીની તારીખમાં ફેરફાર, આ કારણે ચૂંટણીપંચે લીધો નિર્ણય
X

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 જૂનને બદલે 2 જૂને આવશે. આ બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો છે. જે સ્થિતિને લઈ તમામ સંજોગો વચ્ચે 2 જૂન સુધીમાં મતગણતરી પૂર્ણ થવી જોઈએ. જેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતગણતરી માટે 4 જૂનની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે 2 જૂને મતગણતરી થશે.


લોકસભા અને વિધાનસભા બંનેની ચૂંટણીની મતગણતરી 4 જૂને થવાની હતી. અરુણાચલ પ્રદેશમાં બે લોકસભા અને 60 બેઠકો વિધાનસભાની છે. રાજ્યની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે રાજ્યની બંને લોકસભા બેઠકો જીતી હતી. વિધાનસભામાં ભાજપે 41 બેઠકો જીતી હતી, જ્યારે જનતા દળ (યુનાઈટેડ)એ સાત, એનપીપીને પાંચ અને કોંગ્રેસને ચાર બેઠકો મળી હતી, જ્યારે પીપીએ એક બેઠક જીતી હતી, જ્યારે બે અપક્ષ ઉમેદવારો પણ જીત્યા હતા.

Next Story