/connect-gujarat/media/media_files/2025/05/12/NirtAAEy9uLsEjRI7Rni.png)
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. રવિવારે મોડી રાત્રે રાયપુર-બાલોદાબજાર રોડ પર સારાગાંવ નજીક એક ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 થી વધુ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં 9 મહિલાઓ, 2 છોકરીઓ, એક કિશોરી અને 6 મહિનાનું બાળક શામેલ છે. નવજાત બાળકની છઠ્ઠી સમારોહમાં હાજરી આપીને લોકો ટ્રેલરમાં પાછા ફરી રહ્યા હતા. બધા મૃતકો છત્તીસગઢના ચતૌડ ગામના રહેવાસી પુનીત સાહુના સંબંધીઓ હતા.
રાયપુરના પોલીસ અધિક્ષક લાલ ઉમ્મેદ સિંહે જણાવ્યું હતું કે, ટ્રક ચોથિયા છઠ્ઠીના કાર્યક્રમમાંથી પરત ફરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર માટે રાયપુરના ડૉ. બી.આર.આંબેડકર મેમોરિયલ હોસ્પિટલ અને ખરસોરા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. રાયપુરના કલેક્ટર ડૉ. ગૌરવ સિંહ પણ મોડી રાત્રે ઘાયલોની હાલત જાણવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા.