દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમે આપી રાહત,156 દિવસ બાદ સીએમ કેજરીવાલને મળ્યા જામીન

કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. જો કેજરીવાલ આજે એટલે કે 13મી સપ્ટેમ્બરે મુક્ત થાય છે તો જેલમાં વિતાવેલ કુલ સમય 177 દિવસનો થશે

New Update
Kejriwal Bail Granted

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે. કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.10 દિવસની પૂછપરછ બાદ તેને પહેલી એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

10 મેના રોજ, તેમને સામાન્ય ચૂંટણીમાં પ્રચાર માટે 21 દિવસ માટે જામીન આપવામાં આવ્યા હતા.51 દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને પહેલી જૂન સુધી મુક્ત કરવાની મંજૂરી આપી હતી. બીજી જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. જો કેજરીવાલ આજે એટલે કે 13મી સપ્ટેમ્બરે મુક્ત થાય છે તો જેલમાં વિતાવેલ કુલ સમય 177 દિવસનો થશે. જો મુક્તિના 21 દિવસ ઓછા કરવામાં આવે તો કેજરીવાલ કુલ 156 દિવસ જેલમાં રહ્યા હતા.

Latest Stories