Connect Gujarat
દેશ

અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થઈ અથડામણ

અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થઈ અથડામણ
X

અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ છે. અથડામણમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયાના સમાચાર છે. આ અથડામણ 9 ડિસેમ્બરે તવાંગ પાસે થઈ હતી. આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. એબીપી ન્યૂઝના સૂત્રોના જણાવ્યા અનુસાર, અથડામણમાં 20 થી વધુ ચીની સૈનિકો ઘાયલ થયા છે. ઓક્ટોબર 2021માં અરુણાચલ પ્રદેશના યાંગસેમાં બંને દેશના સૈનિકો વચ્ચે વિવાદ થયો હતો.

સેનાના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું કે 9 ડિસેમ્બર 2022ના રોજ તવાંગ સેક્ટરમાં એલએસી પાસે PLA સૈનિકો સાથે અથડામણ થઈ હતી. અમારા સૈનિકો બહાદુરીથી લડ્યા. સામ-સામેની આ લડાઈમાં બંને પક્ષના કેટલાક સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ છે. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, 6 જવાનોને સારવાર માટે ગુવાહાટી લાવવામાં આવ્યા છે.

આ અથડામણમાં ભારતના 30થી વધુ જવાનો ઘાયલ થયા છે. ઘણા ચીની સૈનિકો પણ ઘાયલ થયા છે. જેની સંખ્યા વધુ છે. જોકે ભારતના કોઈ પણ સૈનિક ગંભીર નથી. આ અથડામણ બાદ ભારતના કમાન્ડરોએ શાંતિ સ્થાપવા માટે ચીનના કમાન્ડરો સાથે ફ્લેગ મીટિંગ કરી છે. જે બાદ બંને દેશના સૈનિકો પાછળ હટી ગયા હતા.

Next Story