CM અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી સપ્ટેમ્બર સુધી લંબાવાય

દેશ | સમાચાર ,Featured, દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં CM અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી મંગળવારે 3 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. કેજરીવાલ તિહાર જેલમાંથી વીડિયો

New Update
images (29)

દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં CM અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી મંગળવારે 3 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. કેજરીવાલ તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા.તેમણે કોર્ટને કહ્યું કે તેમનું શુગર લેવલ નીચે જઈ રહ્યું છે. આ કારણોસર લંચ કરવાની પરવાનગી માગવામાં આવી છે.

સીબીઆઈએ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માગણી કરી હતી, પરંતુ કોર્ટે કસ્ટડી માત્ર એક અઠવાડિયા માટે લંબાવી હતી.અગાઉ 20 ઓગસ્ટે નીચલી કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 27 ઓગસ્ટ સુધી લંબાવી હતી.5 ઓગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટે CBIની ધરપકડને પડકારતી કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી. તેમજ જામીન માટે નીચલી કોર્ટમાં જવા જણાવ્યું હતું.23 ઓગસ્ટે સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે તેમને લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ અને AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠક વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી મળી ગઈ છે. CBIએ કેજરીવાલ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. આ અંગે પણ આજે સુનાવણી થશે.

Latest Stories