સીએમ યોગીના કાફલાની કારનો થયો અકસ્માત, 5 પોલીસકર્મી સહિત 11 લોકો ઘાયલ

New Update
સીએમ યોગીના કાફલાની કારનો થયો અકસ્માત, 5 પોલીસકર્મી સહિત 11 લોકો ઘાયલ

યુપીના સીએમ યોગી આદિત્યનાથના કાફલાની કારને લખનઉના શહીદ રોડ પર એક મોટો એક્સિડન્ટ નડ્યો હતો. સીએમના કાફલામાં સૌથી આગળ જઈ રહેલી એન્ટી ડેમો કાર પલટી જતાં 5 પોલીસકર્મી સહિત 11 લોકો ઘાયલ થયાં હતા જેમાં 2ની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.

જણાવાઈ રહ્યું છે કે સીએમ કાફલાની એન્ટી ડેમો ગાડી રોડ પર પડેલા મરેલા પશુ સાથે અથડાઈ હતી જેને કારણે તે ઉથલી પડી હતી અને ત્યાં ઉભેલા લોકો સાથે ટકરાઈ હતી. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સારવાર ચાલી રહી છે.

Latest Stories