/connect-gujarat/media/media_files/2025/03/01/MGWpFtyc07HQER78Hhch.jpg)
ગુજરાતના ઉદ્યોગ જગતમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવી 'રિજનલ વાઈબ્રન્ટ સમિટ' માટે રંગીલું રાજકોટ સજ્જ બન્યું છે. આગામી 11મી જાન્યુઆરીના રોજ રાજકોટમાં રાજ્ય સરકાર દ્વારા જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહી સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગને નવું જોમ પૂરશે.
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 11 જાન્યુઆરીએ પીએમ મોદીનો રોડ શો યોજાનાર હોવાથી સરકારના મંત્રી જીતુ વાઘાણી, સાંસદો અને ધારાસભ્યો જુના એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં રોડ શોના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ દરમિયાન જિલ્લા વહીવટી પ્રશાસન અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ અંદાજીત 1 કિમીનો રોડ શો યોજાય તેવી શક્યતા છે, જેમાં રૂટ જુના એરપોર્ટથી શરૂ થઈ આમ્રપાલી સર્કલ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, માધાપર ચોકડી થઈ મારવાડી કોલેજ સુધી રાખવામાં આવ્યો છે.
PM મોદીનો ભવ્ય રોડ-શો અને ઉદઘાટન
સમિટના મુખ્ય આકર્ષણ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટમાં એક ભવ્ય રોડ-શો યોજાશે. પીએમને આવકારવા માટે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીના હસ્તે આ ટ્રેડ શોનું ઉદઘાટન કરવામાં આવશે, જે સ્થાનિક ઉદ્યોગકારો માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.
વૈશ્વિક સહભાગીદારી અને મોટા રોકાણો
- આ સમિટમાં સ્થાનિકથી લઈને વૈશ્વિક સ્તરના ઉદ્યોગકારો જોડાશે:
- દેશોની ભાગીદારી: યુક્રેન, જાપાન, કોરિયા અને યુગાન્ડા સહિત 22 દેશોના ઉદ્યોગકારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
- દિગ્ગજ કંપનીઓ: અદાણી, ટાટા અને રિલાયન્સ જેવા મોટા ઉદ્યોગ ગૃહો પણ આ સમિટમાં સહભાગી થશે.
- MOU: સમિટ દરમિયાન સૌરાષ્ટ્રના વિકાસ માટે અનેક મહત્વના MOU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવશે.
- રજિસ્ટ્રેશન: અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકોએ આ સમિટ માટે નોંધણી કરાવી લીધી છે.