New Update
/connect-gujarat/media/media_files/LI8Xm8g9TDMm3H7f48N3.jpg)
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થઈ ગયા છે. ભાજપ બહુમત મેળવી શકી નથી. ચૂંટણી પહેલાં જ વિદેશયાત્રાનો સ્વીકાર કરનાર નરેન્દ્ર મોદી સરકાર બનાવવા માટે અન્ય પાર્ટીઓ ઉપર નિર્ભર છે.નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર PM બની શકે છે. જો તેઓ એકવાર ફરીથી પીએમ બને છે તો તેઓ જવાહરલાલ નેહરુ પછી આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર પીએમ રહેશે.
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે વડાપ્રધાન મોદીને સતત ત્રીજી વખત સત્તામાં આવવા પર અભિનંદન પાઠવ્યા છે. દહલે એક પોસ્ટ કરીને લખ્યું કે NDAને ત્રીજી વખત દુનિયાની સૌથી મોટી ચૂંટણી જીતવા બદલ અભિનંદન. મોદીની જીતથી ભારત નવી ઊંચાઈઓને સ્પર્શશે. અમે તેમની સાથે ભારત-નેપાળના સંબંધોને વધુ મજબૂત કરીશું.શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ ભાજપ અને પીએમ મોદીને અભિનંદન આપતાં કહ્યું હતું કે, "હું ભાજપની ગઠબંધન NDAને ચૂંટણીમાં જીત પર અભિનંદન આપું છું. ભારતના સૌથી નજીકના પાડોશી હોવાને કારણે અમે તેમની સાથે અમારી ભાગીદારીને મજબૂત કરવાનું ચાલુ રાખીશું."
Latest Stories