કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. શુક્રવાર (29 માર્ચ, 2024)ના રોજ આવેલી આ યાદીમાં બે રાજ્યોમાંથી કુલ પાંચ ઉમેદવારોના નામ છે, જેમાંથી ત્રણ નામ કર્ણાટકના અને બે નામ રાજસ્થાનના ઉમેદવારોના છે.
કોંગ્રેસની નવમી યાદીમાં જાહેર કરાયેલ કર્ણાટકની ત્રણ બેઠકો પર ભાજપે પહેલેથી જ ઉમેદવારો ઉભા રાખ્યા છે. મતલબ કે આ ત્રણેય બેઠકો પર બંને મુખ્ય પક્ષોના ઉમેદવારોના નામ પણ લોકો સમક્ષ સ્પષ્ટ કરી દેવામાં આવ્યા છે. ભાજપે બેલ્લારીથી બી શ્રીરામુલુ, ચામરાજનગરથી એસ બલરાજ અને ચિકબલ્લાપુરથી ડો કે સુધાકરને ટિકિટ આપી છે.
જો રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં અસલી મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. રાજસમંદમાં ભાજપે મહિમા વિશ્વેશ્વર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. એટલે કે આ બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરીને બંને પક્ષોએ પોતાના પત્તા લોકો સમક્ષ ખોલી દીધા છે. જો કે, ભાજપે હજુ સુધી (સમાચાર લખાય ત્યાં સુધી) ભીલવાડાથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી.