કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 124 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

New Update
કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 124 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 124 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર કનકપુરાથી ચૂંટણી લડશે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને વરુણાથી ટિકિટ આપવામાં આવી છે. નોંધનીય છે કે સિદ્ધારમૈયાને તેમના પુત્રની સીટ પરથી ટિકિટ મળી હતી, જ્યારે તેઓ કોલારથી ચૂંટણી લડવા માંગતા હતા.

Advertisment



ચૂંટણી પંચે હજુ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચૂંટણી પંચ રવિવારે અથવા આવતા સપ્તાહની શરૂઆતમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થતાં જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.

Advertisment
Latest Stories