New Update
/connect-gujarat/media/post_banners/b1bca30023662f81475e2cbf5a67b586561ab163ee07c15c2961269ff5d73731.webp)
કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી અને તે પહેલા અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. સોમવારે (4 સપ્ટેમ્બર) કોંગ્રેસે તેની ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. જેમાં 16 નેતાઓના નામ સામેલ છે. જેમાં ગુજરાતમાંથી મધુસુધન મિસ્ત્રી અને અમી યાજ્ઞીકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
/connect-gujarat/media/post_attachments/702e0b08f81fa7d58c0c09b378142cc4d3c7fd7fcec2ab54dc2f37a059c12c27.webp)
આ સમિતિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી, સલમાન ખુર્શીદ, મધુસુદન મિસ્ત્રી, એન. ઉત્તમ કુમાર રેડ્ડી, ટીએસ સિંહ દેવ, કેજે જિયોગ્રે, પ્રીતમ સિંહ, મોહમ્મદ જાવેદ, અમી યાજ્ઞિક, પીએલ પુનિયા, ઓમકાર માર્કમ અને કેસી વેણુગોપાલ.
Latest Stories