ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. જેમાં કોંગ્રેસે 43 જેટલા ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. તેમાં મહત્વનું કોંગ્રેસ અને NCPનું ગઠબંધન નહી થાય તેવી વાત સામે આવી છે. જેમાં દરેક વખતે જે પાંચ સીટો પર કોંગ્રેસ અને NCPનું ગઠબંધન થતું હતું. જેમાં કોંગ્રેસે કુતિયાણા નાથા ઓડેદરા ઉમેદવાર જાહેર કરી દીધા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી છે જેમાં કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં છે. જેમાં મહત્વનો ઈશારો સામે આવ્યો છે કે, NCP અને કોંગ્રેસનો ગઠબંધન નહીં થાય. કોંગ્રેસ પાસે NCP દ્વારા પાંચ ટિકિટ માંગવામાં આવી હતી. કોંગ્રેસે કુતિયાણા બેઠક પર નાથા ઓડેદરા ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. જે સમીકરણો દ્વારા જાણી શકાય છે NCP અને કોંગ્રેસ ગઠબંધન નહીં થાય.