/connect-gujarat/media/post_banners/43a259047d32b9b03039851b2c8f57efaf09b5afe7ae6774484e92c3ff3c8ddc.webp)
આખરે કોંગ્રેસે સસ્પેન્સનો અંત લાવી દીધો છે. કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી લોકસભા સીટ માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે અમેઠીથી કિશોરી લાલ શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે.આ બેઠકો અંગે ઘણા સમયથી કોંગ્રેસે સસ્પેન્સ રાખ્યુ હતું.
રાહુલ ગાંધી પણ કેરળના વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ અમેઠીથી કોંગ્રેસના કેએલ શર્માની ભાજપમાંથી સ્મૃતિ ઇરાની સામે ટક્કર થશે. સાથે જ કેએલ શર્મા ગાંધી પરિવારના નજીકના હોવાનું કહેવાય છે. તેઓ સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ છે.કોંગ્રેસે આજે એટલે કે શુક્રવારે બે ઉમેદવારોની યાદી જાહેર કરી. આ નવી યાદીમાં કોંગ્રેસે અમેઠીથી કેએલ શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ઘણા સમયથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે, પરંતુ આખરે પાર્ટીએ પોતાનો નિર્ણય બદલ્યો અને રાહુલને રાયબરેલીથી મેદાનમાં ઉતાર્યા.