New Update
/connect-gujarat/media/post_banners/e537fc88eefd81dd4f125d618f11038f80786098f645141c867f5b15d35f24cb.webp)
કોંગ્રેસે શનિવારે (4 ફેબ્રુઆરી) નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટી દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદી અનુસાર નાગાલેન્ડ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે.થેરીને દીમાપુર-1થી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
/connect-gujarat/media/post_attachments/93d02bce7bcb348ef45822973b83264dd416311c5ade0b836f77759c2b37164b.webp)
ઉમેદવારોની યાદી જાહેર થવાના એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે (3 ફેબ્રુઆરી) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી શનિવારે (4 ફેબ્રુઆરી) કોંગ્રેસે યાદી જાહેર કરી છે.