ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું, 2 વર્ષની બાળકી સહિત 7 લોકો કોરોનાથી થયા સંક્રમિત

અમદાવાદમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. બે મહિલા અને 5 પુરૂષ કોરોનાથી સંક્રમિત થયા છે તેમજ 2 વર્ષની બાળકીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

New Update
Covid-19 : રાજ્યમાં આજે 778 નવા કેસ નોંધાયા, 11 દર્દીના મોત

અમદાવાદમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. બે મહિલા અને 5 પુરૂષ કોરોનાથી સંક્રમિત થયા છે તેમજ 2 વર્ષની બાળકીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. અમદાવાદમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. બે મહિલા અને 5 પુરૂષ કોરોનાથી સંક્રમિત થયા છે તેમજ 2 વર્ષની બાળકીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. બોપલ, નવરંગપુરા, ગોતા, વટવામાં કેસ નોંધાયા છે.

નારોલ, દાણીલીમડા, બહેરામપુરામાં કોરોના કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, તમામ દર્દીઓને હોમ આઈસોલેટ કરાયા છે. કોરોનાએ દેશ સહિત વિદેશમાં પણ ફૂંફાડો માર્યો છે. સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસમાં વધારો થવાથી ભારતીયોમાં પણ દહેશતની લાગણી છે. કોરોનાનો JN.1 વેરિઅન્ટના અનેક દેશોમાં કેસ નોંધાયા છે. કોરોનાના દેશમાં 257 કેસ નોંધાયા છે. જ્યારે આજે અમદાવાદમાં કોરોનાના 7 કેસ નોંધાયા છે. 

Latest Stories