ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી ઝડપી વધારો, અમદાવાદમાં કોરોનાના ૬૦ નવા કેસ નોંધાયા

ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં (Nationwide) કોરોના વાયરસના (Coronavirus) કેસોમાં ફરીથી ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં કોરોનાના ૬૦

New Update
Delhi Corona Case

ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં (Nationwide) કોરોના વાયરસના (Coronavirus) કેસોમાં ફરીથી ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં કોરોનાના ૬૦ નવા કેસ (New Cases) નોંધાયા છે,

જ્યારે રાજકોટના (Rajkot) એસ.પી. હિમકર સિંહ પણ કોરોના પોઝિટિવ (Corona Positive) આવતાં હોમ આઇસોલેશનમાં (Home Isolation) છે. દેશમાં કુલ સક્રિય કેસનો (Active Cases) આંકડો ૪,૦૨૬ ને વટાવી ગયો છે, જે ચિંતાજનક સ્થિતિ સૂચવે છે.

છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાને કારણે ૫ લોકોના મોત (Deaths) થયા છે, જેમાં કેરળ, (Kerala) તમિલનાડુ (Tamil Nadu) અને પશ્ચિમ બંગાળમાં (West Bengal) એક એક અને મહારાષ્ટ્રમાં (Maharashtra) બે લોકોના મોતનો સમાવેશ થાય છે. જાન્યુઆરી, ૨૦૨૫ થી અત્યાર સુધીમાં દેશમાં કોરોનાને કારણે કુલ ૩૮ લોકોના મોત થયા છે, જેમાંથી છેલ્લા ૪ દિવસમાં જ ૩૧ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૦ લોકોના મોત નોંધાયા છે.

હાલમાં દેશમાં કુલ ૪,૦૨૬ સક્રિય કેસ છે. આમાંથી ૫૦% કેસ મહારાષ્ટ્ર અને કેરળમાં છે. કેરળમાં સૌથી વધુ ૧,૪૪૬ સક્રિય કેસ છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૪૯૪, ગુજરાતમાં ૩૯૭ અને દિલ્હીમાં (Delhi) ૩૯૩ કેસ છે. ૨૨ મે, ૨૦૨૫ થી દેશમાં કોરોનાના કેસ લગભગ ૧૫ ગણા વધ્યા છે; ૨૨ મેના રોજ ૨૫૭ સક્રિય કેસ હતા જે ૩૧ મે સુધીમાં ૩,૩૯૫ થઈ ગયા હતા અને ત્યારથી કેસ સતત વધી રહ્યા છે. જોકે, આ સમયગાળા દરમિયાન ૨,૭૦૦ દર્દીઓ સ્વસ્થ પણ થયા છે.