/connect-gujarat/media/post_banners/b8769bb01c26cc2a36f046af80c77c4e3e6fa0f3e3f734c679bd99e0490565d8.webp)
ચીન અને અમેરિકામાં કોરોનાના વધતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એક ખાસ નિર્દેશ જારી કરીને તાબડતોબ એક કામ શરુ કરવાનું જણાવી દીધું છે. અત્યાર સુધી ભારતમાં કોરોના મંદ હતો અને મોતની સંખ્યા પણ લગભગ ઝીરો થવા આવી હતી ત્યારે હવે ફરી વાર કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવી દીધા છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે એનસીડીસી અને આઈસીએમઆરને પત્ર લખ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યોએ જીનોમ સિક્વન્સિંગ પર ભાર મૂકવો પડશે. હાલ દેશમાં કોરોનાના વધુ કેસ નથી, મોતમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ આ વાયરસ સમગ્ર વિશ્વમાં ફરી ફેલાઈ રહ્યો હોવાથી સરકાર પણ કોઈ બેદરકારી દાખવવા માંગતી નથી. રાજેશ ભૂષણે કહ્યું કે જો કોરોનાના નવા વેરિએન્ટની ઓળખ સમયસર કરવી હોય તો જીનોમ સિક્વન્સિંગ જરૂરી છે. રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ માટે નમૂનાઓ મોકલવાની સૂચના પણ આપવામાં આવી છે.
ચીન, અમેરિકા, જાપાન, જર્મની અને બ્રાઝિલમાં કોરોના કેસ વધી રહ્યાં છે તેમાય ચીનની હાલત તો ખૂબ ખરાબ છે. ત્યાં કોરોનાના મહાવિસ્ફોટ થયો છે, સ્મશાનો પણ ખૂટી પડ્યાં તેટલા લોકો કોરોનાથી મરી રહ્યાં છે.