કેરળમાં 24 વર્ષની યુવતીને કોર્ટે સંભળાવી ફાંસીની સજા,બોયફ્રેન્ડને ઝેર આપી કરી હતી હત્યા

કેરળના તિરુવનંતપુરમની જિલ્લા અદાલતે સોમવારે 24 વર્ષીય યુવતીને મૃત્યુદંડની સજા સંભળાવી છે. ઓક્ટોબર 2022માં યુવતીએ તેના બોયફ્રેન્ડને આયુર્વેદિક ટોનિક

New Update
keral1

કેરળના તિરુવનંતપુરમની જિલ્લા અદાલતે સોમવારે 24 વર્ષીય યુવતીને મૃત્યુદંડની સજા સંભળાવી છે. ઓક્ટોબર 2022માં યુવતીએ તેના બોયફ્રેન્ડને આયુર્વેદિક ટોનિકમાં ઝેર ભેળવીને પીવડાવી દીધું અને તેને મારી નાખ્યો હતો.યુવતીના લગ્ન બીજે નક્કી થયા હતા, એટલે તેણે બોયફ્રેન્ડથી પીછો છોડાવવા માટે તેને મારી નાખ્યો. તેના કાકા નિર્મલાકુમારણ નાયરને હત્યામાં સાથ આપવા અને પુરાવા નષ્ટ કરવાના મામલે દોષી ઠરાવવામાં આવ્યો છે, તેને 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

Advertisment

પુરાવાના અભાવે યુવતીની માતાને છોડી દેવામાં આવી છે.ગ્રીષ્માના વકીલે કહ્યું- તે શિક્ષિત છે અને તેનાં માતા-પિતાની એકમાત્ર પુત્રી છે. તેનો અત્યારસુધી કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. આવી સ્થિતિમાં સજા ઘટાડવી જોઈએ.કોર્ટે 586 પાનાંના પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ગુનાની ગંભીરતાને જોતાં આરોપીની ઉંમર અને અન્ય સંજોગોને ધ્યાનમાં લેવાની જરૂર નથી. ગ્રીષ્માએ પ્લાનિંગ સાથે શેરોનની હત્યા કરી હતી. ધરપકડ બાદ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેથી તપાસને વાળવામાં આવે.

Latest Stories