એક્ટ્રેસ અને 'બિગ બોસ 13' ફેમ માહિરા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. 'બિગ બોસ 13'માં તેણે પોતાની સુંદરતા અને સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા હતા. તેણે ઇન્ડસ્ટ્રીમાં લાંબો સમય વિતાવ્યો છે અને હજુ પણ એક્ટિવ છે. જો કે, હાલમાં તે તેના પર્સનલ જીવનને હેડલાઇન્સમાં આવી છે. તાજેતરમાં તેણે એક ફોટો શેર કર્યો હતો, જેના પર ક્રિકેટર મોહમ્મદ સિરાજે રિએક્શન આપ્યું અને ત્યારથી જ ડેટિંગના સમાચાર વાઈરલ થઈ રહ્યાં છે.
લેટેસ્ટ પોસ્ટમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. બેકલેસ બ્લાઉઝ સાથે તે સ્ટાઇલિશ અંદાજ જોવા મળી હતી. ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજે પણ એકટ્રેસની આ પોસ્ટને લાઈક કરી હતી, જે બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે બંને એકબીજાને ડેટિંગ કરી રહ્યાં છે?જો કે, બંને તરફથી આવું કંઈ કહેવામાં આવ્યું નથી. બંને ક્યારેય સાથે જોવા મળ્યા નથી. પરંતુ ફેન્સ ખુશ છે કે પારસ પછી માહિરાને જીવનસાથી મળી ગયો છે. પરંતુ હજુ સુધી આ વાતની કોઈ પુષ્ટિ થઈ નથી.
ક્રિકેટર મહંમદ સીરાજ અને 'બિગ બોસ 13' ફેમ માહિરા શર્મા રિલેશનશિપમાં ! એક પોસ્ટથી અફવાએ પકડ્યું જોર
એક્ટ્રેસ અને 'બિગ બોસ 13' ફેમ માહિરા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. 'બિગ બોસ 13'માં તેણે પોતાની સુંદરતા અને સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા હતા
New Update
Latest Stories