ક્રિકેટર રિષભ પંતને મુંબઈ એરલીફ્ટ કરાયો, અનેક ક્રિકેટરોને દોડતા કરનાર તબીબ કરશે સારવાર

પંતની સારવાર હોસ્પિટલના સ્પોર્ટ્સ મેડિસિન અને આર્થ્રોસ્કોપી હેડ ડૉ. દિનશા પારડીવાલાની દેખરેખ હેઠળ થશે

New Update
ક્રિકેટર રિષભ પંતને મુંબઈ એરલીફ્ટ કરાયો, અનેક ક્રિકેટરોને દોડતા કરનાર તબીબ કરશે સારવાર

માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ ક્રિકેટર રિષભ પંતને આજે દેહરાદૂનથી મુંબઈ એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. તેને વધુ સારવાર મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં કરવામાં આવશે.BCCIએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે પંતની સારવાર હોસ્પિટલના સ્પોર્ટ્સ મેડિસિન અને આર્થ્રોસ્કોપી હેડ ડૉ. દિનશા પારડીવાલાની દેખરેખ હેઠળ થશે. પારડીવાલાએ અગાઉ સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા જેવા ક્રિકેટર્સની સારવાર કરી છે.

Advertisment

BCCIએ એ પણ માહિતી આપી છે કે પંતની ઘૂંટણના લીંગામેન્ટની સર્જરી કરવામાં આવશે. આ પછી બોર્ડ પંતની રિકવરી પર પણ સતત નજર રાખશે.30 ડિસેમ્બરે કાર અકસ્માતમાં ઈજા પહોંચ્યા પછી પંતને રૂરકી સક્ષમ હોસ્પિટલમાં પહેલા ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી. ત્યારથી તે દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો.અકસ્માતમાં પંતને માથા, ઘૂંટણ અને પગની ઘૂંટી માં ઈજા થઈ હતી. તેના ઘૂંટણ ના લિગામેન્ટ ફાટી ગયા હોવાનું બહાર આવ્યું હતું. આવી સ્થિતિમાં હવે BCCIની મેડિકલ ટીમે તેને સારી સારવાર માટે દહેરાદૂન થી મુંબઈ એરલિફ્ટ કર્યો છે.

Advertisment