નવા ચૂંટાયેલા સાંસદો પૈકી 251 પર ફોજદારી કેસ,ભાજપ અને કોંગ્રેસના આટલા સાંસદો દાગી!

18મી લોકસભાનું પરિણામ 4 જૂને આવી ગયું છે. 543 નવા ચૂંટાયેલા સાંસદોમાંથી 46% એટલે કે 251 વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. જેમાંથી 27 સાંસદોને અલગ-અલગ અદાલતોએ દોષિત ઠેરવ્યા છે.

New Update
નલિયા કાંડ મુદ્દે ભાજપ સામે કોંગ્રેસ મોરચો માંડશે

ફોજદારી કેસ

18મી લોકસભાનું પરિણામ 4 જૂને આવી ગયું છે. 543 નવા ચૂંટાયેલા સાંસદોમાંથી 46% એટલે કે 251 વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. જેમાંથી 27 સાંસદોને અલગ-અલગ અદાલતોએ દોષિત ઠેરવ્યા છે.એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટ અનુસાર, આ અત્યાર સુધીના દાગી સાંસદોનો સૌથી મોટો આંકડો છે.

અગાઉ 2019માં, ફોજદારી કેસ ધરાવતા 233 (43%) સાંસદો લોકસભા પહોંચ્યા હતા.નવા ચૂંટાયેલા 251 સાંસદોમાંથી 170 પર બળાત્કાર, હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધ અપરાધોના કેસ છે. ભાજપના 63 સાંસદો, કોંગ્રેસના 32 અને સપાના 17 સાંસદો સામે ગંભીર ગુના નોંધાયેલા છે. આ યાદીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 7, DMKના 6, તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના 5 અને શિવસેનાના 4 સાંસદોના નામ છે

Latest Stories