Connect Gujarat
દેશ

સાયક્લોન મિચોંગ' આજે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાય તેવી સંભાવના

સાયક્લોન મિચોંગ આજે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાય તેવી સંભાવના
X

સાયક્લોન મિચોંગ' આજે એટલે કે મંગળવારે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે આ માહિતી આપી હતી.

વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ગંભીર ચક્રવાતી તોફાન 'મિચોંગ' આજે બપોરે 2.30 વાગ્યે ચેન્નઈથી 100 કિમી ઉત્તર-પૂર્વમાં અને નેલ્લોરથી 120 કિમી દક્ષિણ-પૂર્વમાં બંગાળની ખાડી પર કેન્દ્રિત છે." તે ધીમે ધીમે તીવ્ર બનશે અને ઉત્તર તરફ આગળ વધશે અને 5 ડિસેમ્બરની બપોરે એક ગંભીર ચક્રવાતી તોફાન તરીકે બાપટલા નજીક નેલ્લોર અને મછલીપટ્ટનમની વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે.

Next Story