પૂર્વોત્તરના આઠ રાજ્યોમાંથી 6 રાજ્યોએ રવિવારે મહત્તમ ચેતવણી જારી કરી અને તમામ સંબંધિત જિલ્લા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ અને એજન્સીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું. વાવાઝોડા 'સિતરંગ'ના કારણે સોમવારથી બુધવાર સુધી ભારે વરસાદની સંભાવના છે. રાજ્ય સરકાર NDRFને એવા વિસ્તારમાં વધુ ટીમ તૈનાત કરવા કહ્યું છે, જ્યાં ચક્રવાત 'સિતરંગ'ના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હાલમાં મહત્તમ વરસાદ 200 મીમી સુધી રહેવાની ધારણા છે.
ભારતીય હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે, સોમવારથી બુધવાર સુધી દક્ષિણ આસામ, પૂર્વ મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં અલગ-અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છેIMDએ જણાવ્યું કે, "ત્રિપુરા અને મિઝોરમમાં 26 ઓક્ટોબર (બુધવાર) સુધી અતિ ભારે વરસાદની સંભાવના છે."
આસામના ત્રણ દક્ષિણી જિલ્લાઓ - કછાર, કરીમગંજ અને હૈલાકાંડી, મિઝોરમના તમામ 11 જિલ્લાઓ, ત્રિપુરાના તમામ આઠ જિલ્લાઓ અને નાગાલેન્ડના 16 જિલ્લાઓમાંથી મોટાભાગના જિલ્લા સંભવિત ચક્રવાતી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ઘણા પગલાં લીધાં છે પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું અને રવિવારે સવારે પશ્ચિમ મધ્ય અને તેની નજીકના પૂર્વ મધ્ય બંગાળની ખાડી અને બંદરો ના ઉત્તર-પશ્ચિમમાં લગભગ 640 કિ મી પર કેન્દ્રિત હતું.