/connect-gujarat/media/media_files/2025/12/07/css-2025-12-07-09-26-07.jpg)
ગોવાના અરપોરા ગામમાં એક નાઈટક્લબમાં ગઈકાલે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી. અહીં ભીષણ આગ લાગી જતા 23 લોકોના મોત થઈ ગયા, મૃતકોમાં મોટાભાગના ક્લબના કર્મચારીઓ છે. મોટાભાગના મૃત્યુ શ્વાસ રૂંધાઈ જવાથી થયા છે. ગોવાના પોલીસ મહાનિર્દેશક આલોક કુમારે જણાવ્યું કે આગનું પ્રાથમિક કારણ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું માનવામાં આવે છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 23 મૃતદેહો મળી આવ્યા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણથી ચાર પ્રવાસીઓ સામેલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આગ અડધી રાતે 12 વાગ્યાની આસપાસ લાગી. માહિતી મળતા જ અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ પર કાબુ મેળવ્યો હતો. માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ બચાવ ટીમો હજુ પણ શોધખોળ કરી રહી છે.
વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. બચાવ કામગીરી ચાલુ છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું માનવામાં આવે છે, કારણ કે મોટાભાગના મૃતદેહો રસોડાના વિસ્તારમાંથી મળી આવ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઘટના સમયે ક્લબમાં ઘણા લોકો હાજર હતા. તેમાંથી મોટી સંખ્યામાં લોકો ભાગી જવામાં સફળ રહ્યા અને તેમણે જ અધિકારીઓને જાણ કરી હતી.