/connect-gujarat/media/media_files/2025/01/21/WxP9isit4B64OvSqTIKF.jpg)
રાજ્યમાં નગરપાલિકા માટે સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર એસ મુરલીકૃષ્ણને 66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી. 66 નગરપાલિકાઓમાં તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. 27 જાન્યુઆરીએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રક ભરવીની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે. ધાનેરા નગરપાલિકાનો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.
જૂનાગઢ મહાનગરપાલિકા માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે મતગણતરી 18 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.
મહત્વની તારીખો
- ચૂંટણીની જાહેરાતની તારીખ તા 21/01/2025
- જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા 27/01/2025
- ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા 01/02/2025
- ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા 03/02/2025
- ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 04/02/2025
- મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
- પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
- મતગણતરીની તારીખ તા.18/02/2025
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025