New Update
/connect-gujarat/media/post_banners/0f0b5ee644a6d1b946b745aeccbc75b6ba7a52692284f52263dc810dd76bc6f0.webp)
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં સૌથી મોટા હુમલાના સમાચાર મંગળવારે મોડી રાત્રે આવ્યા હતા. ગાઝા શહેરમાં અહલી અરબ સિટી હોસ્પિટલ પર રોકેટ હુમલામાં 500 લોકો માર્યા ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
હમાસે દાવો કર્યો હતો કે આ હુમલો ઈઝરાયલે કર્યો હતો. સાથે જ ઈઝરાયલે કહ્યું છે કે હોસ્પિટલ પર હુમલામાં તેની કોઈ સંડોવણી નથી.ઈઝરાયલે એક વિડિયો જાહેર કરીને કહ્યું કે પેલેસ્ટિનિયન આતંકીઓએ હોસ્પિટલની નજીક હુમલો કરી રહ્યા હતા, તેમનું એક રોકેટ આ દિશામાંથી ભટકી ગયું અને હોસ્પિટલ પર પડ્યું. હમાસના દાવા પર ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ લખ્યું જેમણે અમારા બાળકોની નિર્દયતાથી હત્યા કરી છે તેઓ તેમના પોતાના બાળકોનાં પણ હત્યારા છે.
Latest Stories