/connect-gujarat/media/media_files/2025/11/10/sccs-2025-11-10-21-44-52.jpg)
દિલ્હી બ્લાસ્ટને લઈ મુંબઈ અને અમદાવાદ સહિતના મોટા શહેરો હાઇ એલર્ટ ઉપર, અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનને એલર્ટ રહેવા આદેશ
સાંજે દિલ્હી સ્થિત લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ થયો, જેના કારણે નજીકમાં પાર્ક કરેલી ત્રણ અન્ય કાર પણ આગના શિકાર બની. મીડિયા અહેવાલો મુજબ આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. હજી સુધી સત્તાવાર રીતે મરણ અને ઘાયલોના આંકડા જાહેર કરાયા નથી. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી. વિસ્ફોટ પછી સુરક્ષાના હેતુથી દિલ્હી, અમદાવાદ અને મુંબઈમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળે ભારે પોલીસ દળ તૈનાત છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે તપાસ માટે હાજર છે અને નજીકના CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હી બ્લાસ્ટને લઈ મુંબઈ અને અમદાવાદ સહિતના મોટા શહેરો હાઇ એલર્ટ ઉપર છે. આ સાથે નાકાબંધી અને તપાસ વધારવાના આદેશ આપવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.