ભારત ચીન બોર્ડર પર તણાવ વચ્ચે રક્ષા મંત્રાલયનો મહત્વનો નિર્ણય, વાંચો શુ લીધો મહત્વનો નિર્ણય

ભારત-ચીન બોર્ડર પર તણાવ વચ્ચે રક્ષા મંત્રાલયે મોટો નિર્ણય લીધો

New Update
ભારત ચીન બોર્ડર પર તણાવ વચ્ચે રક્ષા મંત્રાલયનો મહત્વનો નિર્ણય, વાંચો શુ લીધો મહત્વનો નિર્ણય

ભારત-ચીન બોર્ડર પર તણાવ વચ્ચે રક્ષા મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. રવિવારે મંત્રાલયે સશસ્ત્ર દળો માટે 120 પ્રલય બેલાસ્ટિક મિસાઈલ ખરીદીને મંજૂરી આપી છે. એક વાર સશસ્ત્ર દળોને મળી ગયા બાદ પ્રલય મિસાઈલને ચીન સાથેની સરહદે તૈનાત કરવામાં આવશે.

પ્રલય મિસાઈલ સરહદે 150થી 500 કિલોમીટરની વચ્ચે દુશ્મનના ઠેકાણે નષ્ટ કરી શકવાની તાકાત ધરાવે છે. મિસાઇલ ગાઇડન્સ સિસ્ટમમાં અત્યાધુનિક નેવિગેશન અને ઇન્ટિગ્રેટેડ એવિઓનિક્સ નો સમાવેશ થાય છે. પ્રલય એક સરફેસ-ટુ-સરફેસ સેમી-બેલિસ્ટિક મિસાઇલ છે. આવી મિસાઇલો તેમના સૈનિકોને દુશ્મનના હવાઈ સંરક્ષણ સ્થળોને સંપૂર્ણપણે નષ્ટ કરવાની તાકાત આપે છે.

આ મિસાઈલની સ્પીડ 2000 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ હોઈ શકે છે. જો પાડોશી દેશોની વાત કરીએ તો ચીન પાસે આ સ્તરની ડોંગફેંગ-12 મિસાઈલ છે. જ્યારે, પાકિસ્તાન પાસે ગઝનવી, એમ-11 (ચીન તરફથી પ્રાપ્ત) અને શાહીન મિસાઇલો છે. જેમાંથી ગઝનવી 320 કિમી, એમ-11 350 કિમી અને શાહીન 750 કિમી રેન્જની મિસાઇલ છે. પ્રલય મિસાઈલ રાતે પણ હુમલો કરી શકે છે.

Latest Stories